પુષ્પકુંજ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજ-બેચરાજી બાયપાસ હાઇવે પર આવેલી પુષ્પકુંજ દરજી સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના લક્ષ્મી માતાજીના ચાચર ચોકમાં ડીજે મ્યુઝિકના તાલે ભક્તિભાવપૂર્વક ગરબાની રમઝટ જામી હતી. આ પ્રસંગે બ
પુષ્પકુંજ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજ-બેચરાજી બાયપાસ હાઇવે પર આવેલી પુષ્પકુંજ દરજી સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના લક્ષ્મી માતાજીના ચાચર ચોકમાં ડીજે મ્યુઝિકના તાલે ભક્તિભાવપૂર્વક ગરબાની રમઝટ જામી હતી.

આ પ્રસંગે બહેનોએ પરંપરાગત માલધારી ડ્રેસ અને ભાઈઓએ કુર્તા-સલવાર જેવી વેશભૂષા ધારણ કરી હતી. ઉપસ્થિત સૌએ ઉમંગભેર ગરબાનો આનંદ માણ્યો હતો અને માતાજીની ભક્તિમાં લીન થયા હતા.

ખાસ કરીને વણઝારો, સનેડો, ભાઈ ભાઈ, ત્રણ તાળી અને હિંચ જેવા લોકપ્રિય ગરબાઓ રમીને ભક્તોએ જગતજનની જગદંબાની આરાધના કરી હતી. આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો અને સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande