પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કુતિયાણા નગરપાલિકા દ્વારા સેનીટેશન શાખા પરિસર ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં નિષ્ણાંત તબીબી દ્વારા નગરપાલિકાના સફાઈ કામદારો તથા તેમના પરિવારજનોની તપાસ ડૉક્ટરોની કરવામાં આવી હતી. આરોગ્ય ચકાસણી સાથે બ્લડ ટેસ્ટ, શારીરિક પરીક્ષણ સહિત વિવિધ રિપોર્ટ લેવામાં આવ્યા હતા અને જરૂરી દવાઓ અને સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya