હારીજ તાલુકાના સાકરા ગામે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજ તાલુકાના સાકરા ગામે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે વિવિધ સ્થળોએ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વૃક્ષોના મહત્ત્વ વિષે
હારીજ તાલુકાના સાકરા ગામે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજ તાલુકાના સાકરા ગામે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે વિવિધ સ્થળોએ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વૃક્ષોના મહત્ત્વ વિષે ભાષણ આપતાં જણાવ્યું કે, વૃક્ષો આપણા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે માત્ર પર્યાવરણની રક્ષા નથી કરતા, પરંતુ આરોગ્ય અને પ્રકૃતિ માટે પણ અનમોલ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે દરેક વ્યક્તિએ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોમાં પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ઠાકોર, પૂર્વ સરપંચ સોનલ ઠાકોર, કાનજી પટેલ, વાઘજી ઠાકોર, જગદીશ ચૌધરી, અશ્વિન પટેલ, સવસીજી ઠાકોર સહિત ભાજપના કાર્યકરો, આજુબાજુના સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને પરિસરમાં અનેક વૃક્ષો વાવી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande