પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર અને પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી. ભવન–પોરબંદર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી–પોરબંદર તથા પી.એમ. નવાપરા પ્રા. શાળા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના એક પેડ માઁ કે નામ કાર્યક્રમનું આયોજન પી.એમ. નવાપરા પ્રા. શાળા, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં 110 વૃક્ષોનું વૃક્ષારોપણ અધિકારી, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ તથા બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ દ્વારા વાલીઓને બાળકોમાં મૂલ્યશિક્ષણ તેમજ વૃક્ષોના મહત્વ વિશે વધુ જાગૃત કરવાની પહેલ બાળપણથી જ વિકસે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બી.આર.સી. પરેશભાઈ દ્વારા વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે આવનારી પેઢીને હાલથી જ ગ્લોબલ વોર્મિંગના પ્રભાવો વિશે જાગૃત કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શાળા તથા ગામમાં વધુને વધુ વૃક્ષો વાવે અને તેનું જતન કરે તે માટે પ્રેરણા આપવામાં આવી હતી.
વાલીઓએ પોતાના બાળકો સાથે ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મૌલિકભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ ફાળવવા બદલ તાલુકા શિક્ષણ ટીમ દ્વારા આચાર્ય હીરીબેન દાસાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અનેકાર્યક્રમને સફળ બનાવવા પી.એમ. નવાપરા પ્રા. શાળાના એસ.એમ.સી. સભ્યો તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ જિલ્લા કક્ષાના એક પેડ માઁ કે નામ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના કાર્યક્રમના નોડલ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર, બી.આર.સી.પોરબંદર પરેશકુમાર પુરૂષવાણી, એસ.એમ.સી. સભ્યો, વાલીઓ તથા ખાસ કરીને માતાઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya