પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંતર્ગત પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથક દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો સાથે ત્રણ વાત તમારી-ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સ્થાનિક હાલમાં ચાલી રહેલ નવરાત્રીનો તહેવાર શાંતિમય અને નિર્ભય વાતારવણમાં ઉજવાય અને કોઈ વ્યક્તિને હેરાનગતિ ન થાય અને તહેવારોમાં પરસ્પર ભાઈચારો જળવાય રહે તે માટે સમજ કરવામાં આવી હતી તેમજ નવરાત્રી ગરબા દરમ્યાન કોઈ અસામાજીક તત્વો દ્વારા કોઈ હેરાન ગતી કે ત્રાસ દાયક કૃત્ય થતા હોય તો તે અંગે આયોજકો સાથે સંવાદ કરી યોગ્ય રજુઆત જણાવવા અત્રેના પો.સ્ટે, તરફથી જણાવવામાં આવ્યું હતુ. તેમજ આગામી સમયમાં પણ નવારાત્રીના તહેવાર સબબ કોઈ પ્રશ્ન કે રજુઆત હોય તો અત્રેના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સમજ કરવામાં આવેલ તેમજ નવરાત્રી તહેવાર દરમ્યાન સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે મહિલા સી-ટીમ તેમજ જન રક્ષક 112 ને તાત્કાલીક અત્રેથી જાણ કરવા સમજ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya