રંગબેરંગી પરંપરાગત પોશાક પહેરી રાજલક્ષ્મી કેશ્યામ બંગ્લોઝમાં ઉજવાયો ભવ્ય નવરાત્રિ મહોત્સવ
પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના અંબાજી રોડ પર આવેલી રાજલક્ષ્મી કેશ્યામ બંગ્લોઝ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની રંગીન અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ હોવા છતાં રહીશોનો ઉત્સાહ ઓસરી ન ગયો અને તેઓએ ઉત્સવને ધૂમધામથી માણ્યો. સોસાયટીના રહ
રંગબેરંગી પરંપરાગત પોશાક પહેરી રાજલક્ષ્મી કેશ્યામ બંગ્લોઝમાં ઉજવાયો ભવ્ય નવરાત્રિ મહોત્સવ


પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના અંબાજી રોડ પર આવેલી રાજલક્ષ્મી કેશ્યામ બંગ્લોઝ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની રંગીન અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ હોવા છતાં રહીશોનો ઉત્સાહ ઓસરી ન ગયો અને તેઓએ ઉત્સવને ધૂમધામથી માણ્યો.

સોસાયટીના રહીશોએ આજે વિવિધ સાંસ્કૃતિક થીમ આધારીત વેશભૂષા, રંગબેરંગી પરંપરાગત પોશાક અને અવનવા ગેટઅપ સાથે ગરબે ઘૂમીને રમઝટ બોલાવી હતી. આકર્ષક વેશભૂષા અને નૃત્યે સમગ્ર વાતાવરણને મનમોહક બનાવી દીધું હતું.

હળવા વરસાદી છાંટાઓ વચ્ચે પણ ખેલૈયાઓના ઉલ્લાસમાં કોઇ ઘટાડો થયો નહોતો. સૌએ એક સાથે ઉમંગભેર રાસ-ગરબા રમ્યો. રાજલક્ષ્મી કેશ્યામ બંગ્લોઝમાં યોજાતી નવરાત્રિની આ ઉજવણી આજુબાજુના સ્થાનિક લોકો માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande