હિંગળાચાચર ચોક ખાતે  રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘૂમી દેશપ્રેમનો અનોખો સંદેશ
પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) નવલા નોરતાના સાતમા દિવસે પાટણ શહેરમાં વરસાદ વરસ્યો હોવા છતાં પણ ઘણા ગરબા આયોજકો દ્વારા ઉત્સાહપૂર્વક કાર્યક્રમો યોજાયા હતા. જો કે કેટલાક સ્થળોએ વરસાદને કારણે ગરબા રદ કરવાની ફરજ પડી હતી. તેમ છતાં શહેરમાં રાસ-ગરબાની રમઝટ યથાવ
હિંગળાચાચર ચોક ખાતે  રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘૂમી દેશપ્રેમનો અનોખો સંદેશ


પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) નવલા નોરતાના સાતમા દિવસે પાટણ શહેરમાં વરસાદ વરસ્યો હોવા છતાં પણ ઘણા ગરબા આયોજકો દ્વારા ઉત્સાહપૂર્વક કાર્યક્રમો યોજાયા હતા. જો કે કેટલાક સ્થળોએ વરસાદને કારણે ગરબા રદ કરવાની ફરજ પડી હતી. તેમ છતાં શહેરમાં રાસ-ગરબાની રમઝટ યથાવત રહી હતી.

આ જ દિવસની એક ખાસ ક્ષણ પાટણના હિંગળા ચાચર ચોક ખાતે જોવા મળી, જ્યાં મોદી સમાજના પાંચ કટમની બાધા-માનતાના ગરબામાં સામેલ એક મહિલાએ રાષ્ટ્રધ્વજ સાથે પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમી હતી.આ અનોખી ઉજવણી ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને સમર્પિત હતી, જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે હાથ ધરાયું હતું. મહિલાના આ રાષ્ટ્રભક્તિપૂર્ણ અભિગમ દ્વારા સૈન્યના શૌર્યને બિરદાવવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande