પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરના રાણકી વાવ રોડ પર આવેલી મલ્હાર ગ્રીન સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. દરરોજ સોસાયટીના રહીશો માતાજીના ગરબામાં જોડાઈ ભક્તિ અને આનંદથી ભરપૂર અનુભૂતિ કરી રહ્યા છે. આ પ્રસંગ રહીશોની એકતા અને ઉત્સાહનું સુંદર પ્રતીક બની રહ્યો છે.
સપ્તમ નોરતે સોસાયટીના રહીશોએ પરંપરાગત વેશભૂષા જેવી કે રંગબેરંગી ચણિયા-ચોળી, કેડિયા-ધોતી અને આભૂષણોથી શણગાર મેળવી ગરબાના તાલે ઉલ્લાસભેર ઝૂમીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું.
આ વિશેષ કાર્યક્રમમાં નાના-મોટા તમામ રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌના સહભાગિતાથી ઉજવણી વધુ યાદગાર બની હતી અને સોસાયટીમાં આનંદ અને ઉમંગનો મહોલ છવાઈ ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ