પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ શહેરના બત્તીવાડા મહોલ્લામાં નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. મહોલ્લાના રહેવાસી જયંતિભાઈ પટેલ દ્વારા બનાવેલ થર્મોકોલનો 'ગબ્બર' આ ઉત્સવનો મુખ્ય આકર્ષણ બની ગયો છે.
જયંતિભાઈએ માતાજીના ગબ્બરની આકર્ષક પ્રતિકૃતિ સાથે લિફ્ટ, રેલવે સ્ટેશન અને ફુવારા સહિતની અદ્ભુત ગોઠવણી કરી છે, જે દર્શકોના મનને મંત્રમુગ્ધ કરી રહી છે.મહોલ્લાના ચોકમાં માતાજીની માડવી માટે નવ દિવસ સુધી ગરબાનું આયોજન થાય છે. નાના-મોટા બધા વેશભૂષા પહેરી ઉત્સાહભેર ગરબામાં ભાગ લઇ રહ્યા છે, અને આ અનોખી ઉજવણી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ