નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર
(હિ.સ.) બુધવારથી અહીં જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક શરૂ થઈ રહી છે, જેમાં રોજિંદા
વસ્તુઓ પર ટેક્સ ઘટાડવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માં મહત્વપૂર્ણ
ફેરફારો પર વિચાર કરી શકાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની
અધ્યક્ષતામાં આ કાઉન્સિલમાં તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ છે.
આ બેઠકમાં જીએસટી સુધારા પ્રસ્તાવ
પર ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તાવિત સુધારાઓમાં મુખ્ય 12 ટકા અને 28 ટકાના વર્તમાન
ટેક્સ સ્લેબને દૂર કરવાનો અને ફક્ત 5 ટકા અને 18 ટકાના બે કર દર
રાખવાનો છે. આ ઉપરાંત, કેટલીક ખાસ વસ્તુઓ પર 40 ટકાના ખાસ દરે
કર લાદવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસના ભાષણમાં, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારાની યોજના વિશે જણાવ્યું હતું. ત્યારબાદ
કેન્દ્ર સરકારે પ્રારંભિક સમીક્ષા માટે વિવિધ રાજ્યોના મંત્રીઓના જૂથ સાથે
પ્રસ્તાવિત સુધારાઓનો ડ્રાફ્ટ શેર કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ