પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર તથા કિડ્સ હટ શાળાનો વાર્ષિક સમારોહ સંપન્ન
ભાવનગર,12 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળ દ્વારા સંચાલિત બાલ મંદિર તથા કિડ્સ હટ શાળાનો વાર્ષિક સમારોહ હર્ષોલ્લાસપૂર્વક આયોજિત કરવામાં આવ્યો. આ પ્રસંગે સમારોહના મુખ્ય અતિથિ તરીકે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ


ભાવનગર,12 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળ દ્વારા સંચાલિત બાલ મંદિર તથા કિડ્સ હટ શાળાનો વાર્ષિક સમારોહ હર્ષોલ્લાસપૂર્વક આયોજિત કરવામાં આવ્યો. આ પ્રસંગે સમારોહના મુખ્ય અતિથિ તરીકે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા ઉપસ્થિત રહ્યા.મહિલા કલ્યાણ સંગઠન તરફથી આ અવસરે બંને શાળાના અંદાજે 220 બાળકોએ ભાગ લીધો અને રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોની અદ્ભુત રજૂઆતો કરી. બાળકોની મનોહર અને જીવંત રજૂઆતોને કારણે ઉપસ્થિત તમામ દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો સંચાર થયો.

સમારોહ દરમિયાન વિવિધ સ્પર્ધાઓના તમામ વિજેતા પ્રતિભાગીઓને મંડળ રેલ પ્રબંધક દ્વારા પ્રમાણપત્રો અને ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત બંને શાળાના અનેક શિક્ષકોને “બેસ્ટ ટીચર એવોર્ડ” તથા બંને શાળાના પ્રિન્સિપાલોને “બેસ્ટ પ્રિન્સિપાલ” ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા.તેમના સંબોધનમાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ બાળકોની પ્રતિભાની પ્રશંસા કરી અને બંને શાળાના બાળકો માટે રૂ. 5000ના ઇનામની જાહેરાત કરી. કાર્યક્રમનો સમાપન ઉત્સાહ, ઉમંગ અને સકારાત્મક ઊર્જા સાથે થયો. સમગ્ર કાર્યક્રમ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષાની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande