કોડીનાર શાળાનાં છાત્રોએ સરકારી પુસ્તકાલયની મુલાકાત લીઘી
સોમનાથ,12 જાન્યુઆરી (હિ.સ.) કોડીનાર ગાયત્રી વિદ્યાનિકેતન શાળા એક બહુવિધ પ્રતિભા ધરાવનાર સંસ્થા છે. શાળા પરિવારના બાળકોએ સરકારી પુસ્તકાલયની રૂબરૂ મુલાકાત લઇ અભ્યાસના હેતુસર બાળકોને પ્રત્યક્ષ જાણકારી મળી રહે તે હેતુથી આ પુસ્તકાલય નિદર્શન દ્વારા વર્
કોડીનાર શાળાનાં છાત્રોએ સરકારી પુસ્તકાલયની મુલાકાત લીઘી


સોમનાથ,12 જાન્યુઆરી (હિ.સ.) કોડીનાર ગાયત્રી વિદ્યાનિકેતન શાળા એક બહુવિધ પ્રતિભા ધરાવનાર સંસ્થા છે. શાળા પરિવારના બાળકોએ સરકારી પુસ્તકાલયની રૂબરૂ મુલાકાત લઇ અભ્યાસના હેતુસર બાળકોને પ્રત્યક્ષ જાણકારી મળી રહે તે હેતુથી આ પુસ્તકાલય નિદર્શન દ્વારા વર્તમાન સમયમાં સોશ્યલ મિડિયાનો વઘુ પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારે પુસ્તકો વાંચનએ દરેક માટે જરૂરીયાત છે.

એમાં પણ ખાસ કરીને બાળકોને શૈક્ષણિક અભ્યાસનાં પુસ્તકો ઉપરાંત બાહ્ય જાણકારી મળી રહે તે માટે પુસ્તકોએ સાચા સાથી બની શકે છે. જે બાબતની જાણકારી શાળા સંચાલક અલ્પેશભાઈ ડોડીયાએ પૂરી પાડી હતી. સરકારી પુસ્તકાલયની મુલાકાત

દરમિયાન ત્યાંના સંચાલક ગોપાલભાઈ પરમારે પુસ્તકોના સભ્ય નોંધણી બાબતે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ગ્રામિણ વિસ્તારોના વિઘાર્થી ભાઈઓ બહેનો વિનામૂલ્યે પુસ્તકાલયનોઉપયોગ કરી રહ્યા છે. એ બાબત કોડીનાર સરકારી પુસ્તકાલયની પહેલ નોંધનીય ગણી શકાય તેમ છે. આ તકે શાળાના શિક્ષિકા ભુમી ગૌસ્વામીએ સરકારી પુસ્તકાલય સંચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande