વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી,નવીનીકરણ કામગીરીની કરી સમીક્ષા
અમદાવાદ,12 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પ
વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી


અમદાવાદ,12 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી. અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું છે. આ મુલાકાત બાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિરમાં PM મોદી અને જર્મન ચાન્સેલરની બેઠક યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી. જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ગાંધી આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના ગાંધી આશ્રમન પહોંચ્યા છે. અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ પણ ગાંધી આશ્રમ પહોંચ્યા છે.

વડાપ્રધાન મોદી હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધી આશ્રમના રિડિવલોપમેન્ટની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. અહીં ગાંધી આશ્રમના રિડિવલોપમેન્ટ અંગે કરશે બેઠક પણ કરી છે. આ ગાંધી આશ્રમની મુલાકાતમાં જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ પણ જોડાયા છે.

નોંધનીય છે કે, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ રવિવારે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની અમદાવાદ મુલાકાતને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી. જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ગાંધી આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી.

ગાંધી આશ્રમની મુલાકાત બાદમાં વડાપ્રધાનમોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે. જ્યાં તેઓ વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આજે 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કરશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ધાટન બાદ વડાપ્રધાન ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચશે. મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ અને સહકારના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande