વેરાવળ એસ.ટી. ડેપો ખાતે ટ્રાફિકના નિયમો અંગે તાલીમ યોજાઈ
ગીર સોમનાથ, 12 જાન્યુઆરી (હિ.સ.) : વેરાવળ એસ.ટી. ડેપો ખાતે તાલીમ યોજી અને ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક સિગ્નલો વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આર.ટી.ઓ. કચેરીના અધિકારી પી.એન.માંગુકિયા અને એન.જે.ગુજરાતીએ એસ.ટી. ડેપો ખાતે સેફ્ટી અંગે તેમજ ટ્રાફિક
વેરાવળ  એસ.ટી. ડેપો ખાતે


ગીર સોમનાથ, 12 જાન્યુઆરી (હિ.સ.) : વેરાવળ એસ.ટી. ડેપો ખાતે તાલીમ યોજી અને ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક સિગ્નલો વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.

આર.ટી.ઓ. કચેરીના અધિકારી પી.એન.માંગુકિયા અને એન.જે.ગુજરાતીએ એસ.ટી. ડેપો ખાતે સેફ્ટી અંગે તેમજ ટ્રાફિકના નિયમો, ટ્રાફિક સિગ્નલો વિશે વિશેષ માહિતી આપી હતી. રોડ ઉપર વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી કાળજી, ચાલુ ફરજે મોબાઇલનો ઉપયોગ ટાળવો તેમજ ફરજિયાત સીટ બેલ્ટ, ઓવર ટેકિંગમાં કાળજી રાખવા સહિતના મુદ્દે માર્ગદર્શન આપી તાલીમ આપવામાં આવી હતી.

ડેપો મેનેજર તેમજ આર.ટી.ઓ. અધિકારીઓ દ્વારા ઉપસ્થિત તમામને યોગ્ય ટ્રાફિકના નિયમપાલન અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ સાથે જ વાહન ચલાવતી વખતે રાખવી જોઈતી કાળજી અંગેના માર્ગદર્શક પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande