ઉત્તરાયણમાં પાટણ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા સંપૂર્ણ સજ્જ
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લામાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વ દરમિયાન સંભવિત અકસ્માતો અને ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવી છે. તહેવાર દરમિયાન વાહન અકસ્માત, પતંગની દોરીથી ઇજા, ધાબા
ઉત્તરાયણમાં પાટણ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા સંપૂર્ણ સજ્જ


પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લામાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વ દરમિયાન સંભવિત અકસ્માતો અને ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવી છે. તહેવાર દરમિયાન વાહન અકસ્માત, પતંગની દોરીથી ઇજા, ધાબા પરથી પડવા કે કરંટ લાગવાના બનાવોને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા કરાઈ છે.

આ અંતર્ગત જિલ્લામાં કુલ 39 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે, જેમાંથી 37 બેઝિક લાઇફ સપોર્ટ (BLS) અને 2 એડવાન્સ લાઇફ સપોર્ટ (ALS) એમ્બ્યુલન્સ રહેશે. તમામ એમ્બ્યુલન્સમાં જરૂરી દવાઓ અને ALS એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

આ સેવા માટે 55 પેરામેડિકલ સ્ટાફ સહિત કુલ 110 કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. 108ના નરેશ પટેલે જણાવ્યું કે, આ વ્યવસ્થા દ્વારા જિલ્લામાં ક્યાંય પણ ઇમરજન્સી સમયે તાત્કાલિક મદદ પહોંચી શકે અને કિંમતી જીવ બચાવી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande