જામનગર મેડિકલ કોલેજમાં દેહદાન કરાયેલા 14 મૃતદેહોના શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરાયા
જામનગર, 13 જાન્યુઆરી (હિ.સ.) જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગને દેહદાન સ્વરૂપે મળેલા 14 માનવ મૃતદેહોના આદર્શ સ્મશાન ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. આ મૃતદેહોનો તબીબી અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ
દેહદાનના મૃતદેહોને અંતિમ સંસ્કાર


જામનગર, 13 જાન્યુઆરી (હિ.સ.) જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગને દેહદાન સ્વરૂપે મળેલા 14 માનવ મૃતદેહોના આદર્શ સ્મશાન ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. આ મૃતદેહોનો તબીબી અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આર્ય સમાજ સંસ્થા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમવિધિ સંપન્ન થઈ હતી. જી.જી. હોસ્પિટલનો એનોટોમી વિભાગ પણ આ અગ્નિસંસ્કાર વિધિમાં જોડાયો હતો.આ પ્રસંગે એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, એનોટોમી વિભાગના વડા ડો. દિલીપ ગોહિલ, પ્રોફેસર ડો. મિતલ પટેલ સહિત અનેક તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તબીબોમાં કાર્તિક સ્વાદિયા, મીના પટેલ, ધરતી કુબાવત, કૌશલ ઝવેરી, જતીન ચુડાસમા, જીગ્નેશ વડગામા, બાલકૃષ્ણ કુમાર, નારૂ દામોર, વિજય કણજારીયા, અંકિત અધ્વર્યુ, મોનિકા અધ્વર્યુ અને ધવલ તલસાણીયાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત આર્ય સમાજના મંત્રી ધવલબરછા, પુસ્તકાધ્યક્ષ જગદીશ મકવાણા, આદર્શ સ્મશાનના મંત્રી દર્શન ઠક્કર અને ખજાનચી અમર ગોંદિયા સહિતના અગ્રણીઓ પણ આ અગ્નિસંસ્કાર વિધિમાં હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande