
પોરબંદર, 13 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોળદર ગામે જાહેરમા ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકતા પત્તાપ્રેમીઓમા નાશભાગ મચી ગઇ હતી ભળદર ગામે જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડયો હતો હરદેવ પીંગળસીં લીલા, કેશુરામ ઓડેદેરા, હરસખુ ભીખાભાઈ કુછડીયા, લખન ભગતભાઈ પરમાર, પુંજા ઉર્ફે હીરાભાઈ ડાકી, રામ સામળાભાઈ ખુંટી અને ભીમા માલદેભાઈ માળીયાને ઝડપી લીધા હતા જયારે નરેન્ર ઉફે નીલેશ હરદાસભાઈ દાસા, દેવા ઉર્ફે સાકાલ બાલુભાઈ ઓડદેરા, ભીમા હાજાભાઈ ખંટી અને કેશુલીલાભાઈ ભુતીયા નાસી જવામાં સફળ રહ્યા હતા પોલીસે સ્થળ પરથી પોલીસે રૂ.2,50,020 તેમજ મોબાઈલ નંગ-06 કિંમત રૂ.26,500 મળી કુલ રૂ.2,75,520નો મુદામાલ કબ્જે કર્યો હતો અને શખ્સો સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya