
પોરબંદર, 13 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર જીલ્લાના મિંયાણીથી લઈ માધવપુર સુધીના 100 કિમી લાંબા દરીયા કિનારે ડોલીફીન અવારનવાર નજરે પડે છે પોરબંદર નજીકના ગોસા -ટુકડા ગામના દરિયામા ડોલફીનનુ ઝુંડ જોવા મળતા ભારે રોમાંચ જોવા મળ્યો હતો હાલ શિયાળની આકરી ઠંડી વચ્ચે ડોલફીનનુ ઝુંડ દરિયામા જોવા મળ્યુ હતુ.દરિયામા ઉછળ-કુદ કરતા ડોલીફીનના ઝુંડ મોબાઈલમા કેદ થયુ હતુ પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડો. સિધ્ધાર્થ ગોકાણીના જણાવ્યા અનુસાર શિયાળાના સમાયમા દ્રારકા થી પોરબંદર સુધીના દરિયામા વધારે દેખાઈ છે .તેમને બોટલનોઝ ડોલફીન કહેવામા આવે છે હાલ શિયાળાના સમયમા દરિયાનુ પાણી શાંત હોય ત્યારે સૌથી વધારે દેખાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya