રેલવે વહીવટીતંત્ર દ્વારા જનતાને પાટા ઉપર લાગેલા હાઈ વોલ્ટેજ તારોથી સાવચેત રહેવાની અપીલ
ગીર સોમનાથ, 13 જાન્યુઆરી (હિ.સ.) ભાવનગર રેલવે વહીવટીતંત્ર દ્વારા સર્વસાધારણને જાણ કરવામાં આવે છે કે ભાવનગર રેલવે મંડળના તમામ રેલ ખંડોંમાં રેલવે લાઈનો ઉપર 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) તારાઓ લગાવવામાં આવેલ છે, જે અત્યંત જોખમી છે. ભાવનગ
તારોથી સાવચેત રહેવાની અપીલ


ગીર સોમનાથ, 13 જાન્યુઆરી (હિ.સ.)

ભાવનગર

રેલવે વહીવટીતંત્ર દ્વારા સર્વસાધારણને જાણ કરવામાં આવે છે કે ભાવનગર રેલવે મંડળના તમામ રેલ ખંડોંમાં રેલવે લાઈનો ઉપર 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) તારાઓ લગાવવામાં આવેલ છે, જે અત્યંત જોખમી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળ્યું છે કે પતંગ ઉડાવતી વખતે તેની દોર 25,000 વોલ્ટની OHE તારોંમાં ફસાઈ જાય છે. આવી પરિસ્થિતિ રેલવે કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે ગંભીર જોખમ ઊભું કરે છે. ટ્રેક પર ફરજ પર રહેલા કર્મચારીઓને ખાસ સાવચેતી રાખવા અને કોઈપણ પરિસ્થિતિમાં પતંગની દોરના સંપર્કમાં ન આવવા અપીલ કરવામાં આવી છે, કારણ કે તેમાં વીજપ્રવાહ લાગવાનો ગંભીર ખતરો રહેલો છે.

આ ઉપરાંત, એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક નાગરિકો રેલવે ટ્રેકની નજીક પતંગ ઉડાવે છે અને OHE તારમાં ફસાયેલ પતંગ કાઢવાનો પ્રયાસ કરે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ તમામ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ રેલવે પાટા નજીક પતંગ ઉડાવવાથી બચો અને રેલવેના હાઈ વોલ્ટેજ ટ્રેક્શન તારોંથી કોઈપણ વસ્તુ કાઢવાનો પ્રયાસ ન કરો. તેમણે સામાજિક હિતમાં આ મહત્વપૂર્ણ સંરક્ષા સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની પણ અપીલ કરી છે.

રેલવે વહીવટીતંત્ર જનતાની સંરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને સહકારની અપેક્ષા રાખે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande