
વલસાડ, 13 જાન્યુઆરી (હિ.સ.)-ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તા.01 થી 31 જાન્યુઆરી સુધી રોડ સેફટી મંથની ઉજ્વણીના ભાગરૂપે આજરોજ તા.13/01/2026 ના રોજ ધરમપુર એસ.ટી .ડેપો ખાતે બ્રહ્માકુમારીઝના મનિષા દીદી તેમજ ધરમપુર એસટી ડેપો મેનેજર ભુમિકાબેન પટેલ, સ્ટેન્ડ ઇન્ચાર્જ કાસીમભાઇ મન્સુર અને વર્કશોપ ઇન્ચાર્જ હિરલભાઇ રાઠોડ સાથે ડેપોના ડ્રાઇવર, કંડકટર અને મિકેનિકોની વ્યસન મુક્તિ તથા અકસ્માત ન થાય તે માટેની સમજણ આપતો કાર્યક્રમ યોજાયો હતો. ઉતરાયણના તહેવાર દરમ્યાન રસ્તા ઉપર પતંગ પકડવા માટે દોડતા બાળકોનું પણ ધ્યાન રાખવા માટે મીટિંગ યોજી જરૂરી સમજણ આપવામાં આવી હતી. રોડ સેફટી મંથ ઉજવણી દરમ્યાન એક પણ અકસ્માત ના થાય તે માટે વિશેષ કાળજી રાખવા જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે