
પોરબંદર, 13 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરની એક સગીરાને સોશ્યલ મિડીયા પર સંપર્કમા આવ્યા બાદ એક યુવાન તેમને દોઢ વર્ષ પૂર્વે ભગાડી ગયો હતો ત્યાર બાદ સગીરા તેમના ઘરે પરત આવી હતી તે પછી યુવાને સગીરાને મેસેજ કરી અને જ તુ મારી સાથે નહિં આવેતો તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી અને સગીરાને વાલીપણામાંથી ભાગડી જઈ અને તેમની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરીયાદ નોધાય હતી.પોરબંદર છાયા નવાપારા વિસ્તારમાં રહેતો જીગ્નેશ અશોકભાઈ વાઘેલા નામના યુવાને એક સગીર સાથે ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક આવી તેમની સાથે વાતચીત કરી પ્રેમ જાળમા ફસાવી હતી અને દોઢ માસ પૂર્વે લલચાવી ફોસાલવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી અને પોતાની અને ત્રણ મહિના સુધી પોતાની સાથે રાખી હતી ત્યાર બાદ સગીરના પરિવારજનો તેમને પોતાની સાથે ઘરે લાવ્યા હતા તે પછી એકવીસ દિવસ પૂર્વે જીગ્નેશે ફોન મેસેજ કરી અને તુ મારી સાથે નહિં આવેતો તારા પરિવારના સભ્યોને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી સગીરાને વાલીપણામાંથી અપહર કરી લઈ ગયો હતો અને પોતાના ઘરે સગીરા સાથે વારંવાર શરીરી સંબધ બાંધ્યો હતો આ બનાવ કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya