
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ધનુર માસ નિમિત્તે શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પૂજ્ય ઉત્તમપ્રિય સ્વામીએ સત્સંગ સભાનો લાભ આપ્યો હતો. હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભક્તિમય વાતાવરણમાં ઉત્સવ ઉજવ્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહોત્સવોનું વિશેષ મહત્વ છે. આશરે 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે લોયા ગામ ખાતે પોતાના હાથે રીંગણનું શાક અને રોટલો બનાવી ભક્તોને પ્રસાદ આપ્યો હતો. આ પરંપરાને અનુસરીને આજે પણ ધનુર માસ દરમિયાન શાકોત્સવ ઉજવવામાં આવે છે.
આ ઉત્સવનો મુખ્ય હેતુ ભક્તોને આધ્યાત્મિક માર્ગે પ્રેરણા આપવાનો અને ભક્તિભર્યું જીવન જીવવા પ્રોત્સાહિત કરવાનો છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના બીએપીએસ મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે. પાટણના હરિભક્તોએ પણ શાકોત્સવનો પ્રસાદ લઈ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ