સુત્રાપાડામાં માંધાતા પ્રાગટ્ય મહોત્સવ – 2026 ની ભવ્ય ઉજવણી 14 જાન્યુઆરીએ ભવ્ય શોભાયાત્રા, મૂર્તિ અનાવરણ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
સોમનાથ, 13 જાન્યુઆરી (હિ.સ.) સૂત્રાપાડાની પાવન ધરા પર આવનાર 14 જાન્યુઆરી 2026ના રોજ માંધાતા ભગવાનના પાવન પ્રાગટ્ય નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.માંધાતા ગ્રુપ, સૂત્રાપાડા તથા સમસ્ત કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે યોજ
સુત્રાપાડામાં  માંધાતા પ્રાગટ્ય મહોત્સવ


સોમનાથ, 13 જાન્યુઆરી (હિ.સ.) સૂત્રાપાડાની પાવન ધરા પર આવનાર 14 જાન્યુઆરી 2026ના રોજ માંધાતા ભગવાનના પાવન પ્રાગટ્ય નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.માંધાતા ગ્રુપ, સૂત્રાપાડા તથા સમસ્ત કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મહોત્સવમાં ભક્તિ, સેવા અને સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળશે.

આ ભવ્ય મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા, માંધાતા ભગવાનની મૂર્તિ અનાવરણ વિધિ તેમજ માનવસેવા ભાવનાને પ્રોત્સાહન આપતો બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. સમગ્ર દિવસ દરમિયાન સૂત્રાપાડા નગર ભક્તિભાવ, સૌહાર્દ અને સંસ્કારોથી ગુંજી ઉઠશે.

મહત્વપૂર્ણ નિર્ણય તરીકે આ વર્ષે માંધાતા ભગવાનની પ્રતિષ્ઠા સૂત્રાપાડામાં જ થવાની હોવાથી કોઈપણ ભક્ત દ્વારા કાર કે જિપ્સીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તમામ ભક્તો પગપાળા યાત્રા દ્વારા કાર્યક્રમમાં ભાગ લેશે, જે એકતા, સમાનતા અને શ્રદ્ધાનો પ્રતીક બનશે. આ નિર્ણય માત્ર વ્યવસ્થાનો નહીં પરંતુ ભક્તિના સાચા ભાવને જીવંત રાખવાનો સંકલ્પ દર્શાવે છે.

બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સમાજમાં માનવસેવાની ભાવનાને વધુ મજબૂતી મળશે, જ્યારે સમાજના અગ્રણી આગેવાનોના આશીર્વાદ અને માર્ગદર્શનથી આ સમગ્ર કાર્યક્રમ કોળી સમાજની સંગઠિત શક્તિ અને સંસ્કારની ઝલક રજૂ કરશે.

સવાર 10:00 થી બપોરે 1:00 :સૂત્રાપાડાના મુખ્ય માર્ગ પર ભવ્ય શોભાયાત્રા બપોરે 1:00 વાગ્યે :શોભાયાત્રાનું સમાપન – માંધાતા સર્કલ ખાતે બપોરે 1:00 થી સાંજે 5:00 :કોળી સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ બપોરે 2:00 થી 4:00 : માંધાતા ભગવાનની મૂર્તિ અનાવરણ વિધિ

ખાસ નોંધનીય છે કે આ વર્ષે સમગ્ર કાર્યક્રમ માત્ર સૂત્રાપાડામાં જ આયોજિત કરવામાં આવ્યો છે. સોમનાથ કે વેરાવળ જવાનો કોઈ કાર્યક્રમ નથી. તમામ ધર્મપ્રેમી ભક્તોને સૂત્રાપાડા ખાતે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા વિનંતી કરવામાં આવી છે.

આ પાવન દિવસે ભક્તોની હાજરી માંધાતા ભગવાનના ચરણોમાં શ્રદ્ધાભર્યું અર્પણ બનશે અને આવનારી પેઢીને ગૌરવભર્યો સંસ્કારસભર વારસો આપશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande