સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 13-01-2026ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક
ગીર સોમનાથ 13 જાન્યુઆરી (હિ.સ.) યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 13-01-2026ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ


ગીર સોમનાથ 13 જાન્યુઆરી (હિ.સ.)

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 13-01-2026ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન કર્યું હતું. તેમાં વ્યાકરણ વિષયના પીએચ.ડી. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના સંસ્કૃત વિભાગના પ્રો. દિલીપ સી. પટેલ બાહ્ય-વિષયનિષ્ણાંત તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રેની યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના નિદેશક અને વ્યાકરણ વિષયના માર્ગદર્શક પ્રો. વિનોદ કુમાર ઝા અને સભ્યસચિવરૂપે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન અત્રેની શોધછાત્રા સીમા મકવાણાએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande