
સોમનાથ,13 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ ના કાજલી માર્કેટીંગ યાર્ડમા 15 જાન્યુઆરીથી મરચા, રતાળુ સહિત તમામ શાકભાજી ની હરાજી શરૂ થશે.વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે મરચા, રતાળુ સહિત તમામ શાકભાજી ની હરાજી શરૂ કરવામાં આવશે.
આ શાકભાજી યાર્ડ ના કમ્પાઉન્ડમાં કરવામાં ની હરાજી બપોર પછી માર્કેટીંગ આવશે જેથી આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો એ પોતાની શાકભાજી તેમજ મરચા રતાળુ લાવવા તેમ કાજલી માર્કેટીંગ યાર્ડ ના સેક્રેટરી કનકસિંહ પરમાર દ્રારા જણાવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ