જામનગર અને દેવભૂમિ જિલ્લામાં સૌથી વધુ 1.56 લાખ હેકટરમાં ચણાનું વાવેતર, કુલ 3.75 લાખ હેકટરમાં રવિ પાકનું વાવેતર
જામનગર, 13 જાન્યુઆરી (હિ.સ.) જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ઓકટોબર માસમાં માવઠાના માર બાદ ખેડૂતોએ શિયાળુ પાકનુ ગત નવેમ્બર માસથી હોંશભેર વાવેતર શરૂ કર્યુ હતુ.જેમાં જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહ સુધીમાં જામનગર જિલ્લામાં 1,79,693 હેકટ
ખેડૂત


જામનગર, 13 જાન્યુઆરી (હિ.સ.) જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ઓકટોબર માસમાં માવઠાના માર બાદ ખેડૂતોએ શિયાળુ પાકનુ ગત નવેમ્બર માસથી હોંશભેર વાવેતર શરૂ કર્યુ હતુ.જેમાં જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહ સુધીમાં જામનગર જિલ્લામાં 1,79,693 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,96,448 હેકટરમાં વિવિધ પાકનુ વાવેતર સંપન્ન થયુ છે.રવિ પાકનુ વાવેતર અંતિમ ચરણમાં પહોચ્યુ છે ત્યારે ચાલુ વર્ષે પણ બંને જિલ્લામાં ગત વર્ષની જેમ જ ચણાનુ સવિશેષ વાવેતર થયુ છે.જામનગર જિલ્લામાં સૌથી વધુ 86,145 હેકટર અને દેવભૂમિ જિલ્લામાં 70,386 હેકટરમાં ચણાનુ વાવેતર કરાયુ છે.જયારે હાલારના બંને જિલ્લામાં જીરૂ,ઘંઉ,ધાણા વગેરે પાકનુ પણ ઘીંગુ વાવેતર કરાયુ છે.જામનગર જિલ્લાના ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડીયા, કાલાવડ અને લાલપુર તાલુકામાં મળી ચાલુ વર્ષે રવિ પાક અંતર્ગત ઘંઉનુ 38,321 હેકટર, ચણાનુ 86,145 હેકટર, રાઇનુ 2,753 હેકટર, જીરૂનુ 22,155 હેકટર, ઘાણાનુ 18,261 હેકટર, લસણનુ 861 હેકટર, ડુંગળીનુ 1576 હેકટર,શાકભાજીનુ 2906 હેકટર અને ઘાસચારાનુ 5996 હેકટર સહિત કુલ 1,79,136 હેકટરમાં વાવેતર થયુ છે.જેમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ 52,766 હેકટર અને લાલપુર તાલુકામાં સૌથી ઓછુ 14,556 હેકટરમાં વાવેતર થયુ છે.કાલાવડમાં સૌથી વધુ 37,230 હેકટરમાં ચણાનુ વાવેતર થયુ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં મળી અત્યાર સુધીમાં કુલ 1,96,448 હેકટરમાં વાવેતર થયુ છે.જેમાં ઘંઉનુ 17,513 હેકટર, ચણાનુ 70,386 હેકટર, રાયનુ 2277 હેકટર, જીરૂનુ 57,095 હેકટર, ધાણાનુ 19235 હેકટર, શાકભાજીનુ 4958 હેકટર, ઘાસચારો 23,354 એકટર અને વટાણાનુ 1630 હેકટરમાં વાવેતર થયુ હોવાના આકડા મળ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મળી અંદાજીત 42 ટકા વિસ્તારમાં ચણાનુ ઘીંગુ વાવેતર થયુ છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande