જામનગરનો વિવાદિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ઓપરેટ કરતી પેઢીને 2 નોટીસ બાદ શરૂ
જામનગર, 13 જાન્યુઆરી (હિ.સ.) જામનગર મહાનગરપાલિકા હસ્તકના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એપ્રિલ માસથી બંધ થયા બાદ બે-બે વખત ખાનગી કંપનીને નોટીસ આપ્યા બાદ 10 માસ પછી ફરી શરૂ થયો છે. હાલ શહેરમાંથી દૈનિક એકઠો થતો કચરો ડમ્પીંગ સાઈટ પર નાંખવો નહીં પડે, હાલ ડ
વેસ્ટ ટુ એનર્જી પ્લાન


જામનગર, 13 જાન્યુઆરી (હિ.સ.) જામનગર મહાનગરપાલિકા હસ્તકના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એપ્રિલ માસથી બંધ થયા બાદ બે-બે વખત ખાનગી કંપનીને નોટીસ આપ્યા બાદ 10 માસ પછી ફરી શરૂ થયો છે. હાલ શહેરમાંથી દૈનિક એકઠો થતો કચરો ડમ્પીંગ સાઈટ પર નાંખવો નહીં પડે, હાલ ડમ્પીંગ સાઈટ ઉપર કચરા હજારો ટન એકઠો થઈ ગયો છે.શહેરનો એક માત્ર વીજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટનું એબલોન નામની ખાનગી કંપની દ્વારા ઓપરેટ કરવામાં આવી રહી છે. પરંતુ ઉત્પન્ન કરાતી વીજળીના યુનિટના પુરતા ભાવ મળતા ન હોવાથી ગત એપ્રિલ માસથી પ્લાન્ટ બંધ કરી દીધો હતો. દશેક માસ સુધી આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ રહ્યા બાદ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ દ્વારા આ સમય દરમિયાન ખાનગી કંપનીને બે-બે વખત નોટિસ આપવામાં આવી હતી. છતાં કંપની દ્વારા પ્લાન્ટ શરૂ કરાયો ન હતો. ખાનગી કંપની દ્વારા વીજળીના યુનિટના ભાવ વધારો કરવા માટે ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી. જે બાદ ગત 2 જાન્યુઆરીથી પ્લાન્ટ શરૂ થયો છે.શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દૈનિક 300 થી 400 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવે છે. તે કચરો મહાનગરપાલિકાના એક માત્ર ગુલાબનગર પાસેના ડમ્પીંગ પોઈન્ટ ખાતે નિકાલ કરવામાં આવતો હતો. જો દૈનિક 300 થી 400 ટન કચરો શહેરમાંથી એકઠો થતો હોય, તો 10 માસના ગાળામાં હજારો ટન કચરો એકઠો થઈ ગયો છે.મહત્વનું છે કે, જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કચરો એકઠો કરતી કોન્ટ્રાક્ટર પેઢીઓની કચરો ઉપાડતી ગાડીઓ દૈનિક 300થી 400 ટન કચરો એકઠો કરે છે અને ગુલાબનગર પાસેના એક માત્ર ડમ્પીંગ પોઈન્ટ ખાતે નિકાલ કરવામાં આવતો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande