માળીયાહાટીના ખાતે વ્રજભૂષણલાલજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
જૂનાગઢ 13 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ માળીયાહાટીના ખાતે ગોવર્ધનનાથજી મોટી હવેલી સખી મંડળ, મહિલા વ્રજ મંડળ તથા માળીયાહાટીના સમસ્ત વૈષ્ણવ સમાજના સંયુક્ત આયોજન હેઠળ વ્રજભૂષણ લાલજી મહાહારાજ નો પ્રાગટ્ય મહોત્સવ ઊજવવામાં આવશે. તારીખ 15 ન્યુઆરીથી શરૂ થ
માળીયાહાટીના ખાતે વ્રજભૂષણલાલજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


જૂનાગઢ 13 જાન્યુઆરી (હિ.સ.)

જૂનાગઢ

માળીયાહાટીના ખાતે

ગોવર્ધનનાથજી મોટી હવેલી સખી મંડળ, મહિલા વ્રજ મંડળ તથા માળીયાહાટીના સમસ્ત વૈષ્ણવ સમાજના સંયુક્ત આયોજન હેઠળ વ્રજભૂષણ લાલજી મહાહારાજ નો પ્રાગટ્ય મહોત્સવ ઊજવવામાં આવશે. તારીખ 15 ન્યુઆરીથી શરૂ થનારા આ સંગ નિમિત્તે માળીયાહાટીના

મુકામે ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય કાર્યક્રમ દરમિયાન ત્રણ દિવસ સુધી માળીયાહાટીના પટેલ સમાજ ખાતે કથાકાર અંજન રાયજી મહોદયના પ્રવચનો વૈષ્ણવ પરંપરાના અને ભક્તિરસથી ભરપૂર આ પ્રવચનોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande