

પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિયાઓ ઊંધિયા, જલેબી અને ફાફડાનો આનંદ માણશે. આ વર્ષે એક જ દિવસે લગભગ 4–5 હજાર કિલો ઊંધિયા અને 1000 કિલોથી વધુ જલેબી વેચાવાનો અંદાજ છે.
ઘી અને તેલના ભાવ વધવાને કારણે જલેબીના ભાવમાં કિલો દીઠ 20 થી 100 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ઘીની જલેબીનો ભાવ ₹450 થી ₹650 પ્રતિ કિલો અને તેલની જલેબી ₹240 થી ₹280 પ્રતિ કિલો રહેશે.
ફાફડાનો ભાવ ₹400 અને ઊંધિયાનો ₹200 થી ₹400 પ્રતિ કિલો રહેવાનો અંદાજ છે. વેપારીઓના જણાવ્યા મુજબ પાટણવાસીઓ લાખો રૂપિયાનું ફાફડા, જલેબી અને ઊંધિયું ખરીદી જશે.
ઉત્તરાયણના દિવસે ઉપલબ્ધતા માટે હાલ શહેરમાં ઊંધિયા, જલેબી અને ફાફડાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વિવિધ વિસ્તારોમાં સ્ટોલ ગોઠવાઇ રહ્યા છે અને શાકભાજી અને સામગ્રીનું જથ્થો ભેગું કરાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ