માલનપાડા મોડેલ સ્કૂલના એન.એસ.એસ વિદ્યાર્થીઓ દ્વારા ‘‘મારું ગામ, સ્વચ્છ ગામ’’ અભિયાન યોજાયું
વલસાડ, 13 જાન્યુઆરી (હિ.સ.) ધરમપુર તાલુકાના માલનપાડા ગામ સ્થિત મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓઝરપાડા ગામના અંબે માતાના મંદિરની આસપાસ તથા ફળિયાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવી ગામને સ્વચ્છ રાખવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાયેલા
માલનપાડા મોડેલ સ્કૂલના એન.એસ.એસ વિદ્યાર્થીઓ દ્વારા ‘‘મારું ગામ, સ્વચ્છ ગામ’’ અભિયાન યોજાયું


વલસાડ, 13 જાન્યુઆરી (હિ.સ.) ધરમપુર તાલુકાના માલનપાડા ગામ સ્થિત મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓઝરપાડા ગામના અંબે માતાના મંદિરની આસપાસ તથા ફળિયાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવી ગામને સ્વચ્છ રાખવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનનો હેતુ ગામ સ્વચ્છ રહે અને નાગરિકો તંદુરસ્ત રહે તે અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. સાથે જ, સ્વચ્છતાથી ગામની સુખાકારી કેવી રીતે વધે તે અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ડો. વર્ષાબેને વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. એન.એસ.એસ. નોડલ પીનલ પટેલ સાથે પરિમલભાઈ, અવિનાશભાઈ, હેતલબેન, અંકિતાબેન અને અનિતાબેન પણ સક્રિય રીતે જોડાયા હતા.

ઓઝરપાડા ગામના આગેવાન હસમુખભાઈ, પ્રા. વી. ડી. હરકણીયા, ઉત્તમભાઈ તથા ચીમનભાઈએ વિદ્યાર્થીઓની આ સરાહનીય પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. સાથે જ ગામના ઉત્સાહી યુવાન રાહુલભાઈએ તમામ વિદ્યાર્થીઓને ચા-નાસ્તો કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande