
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)પાટણના પ્રતિભાશાળી કલાકાર યોગેશ યોગીએ ત્રણ મહિનાની કઠિન મહેનત બાદ ભગવાન કલ્કીનું એક અદભુત ચારકોલ ચિત્ર તૈયાર કર્યું છે. આ કૃતિ પાટણની ઐતિહાસિક રાણી કી વાવના ભવ્ય સ્થાપત્યથી પ્રેરિત છે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સુંદર સંગમ જોવા મળે છે.
આ ચિત્ર ચારકોલ પેન્સિલ જેવા પડકારજનક માધ્યમથી બનાવવામાં આવ્યું છે. વિશાળ અને સુક્ષ્મ વિગતો ધરાવતી આ કૃતિમાં દરેક રેખા અને છાયામાં કલાકારની સાધના, સમર્પણ અને ત્રણ મહિનાની તપસ્યા સ્પષ્ટ રીતે ઝળહળે છે.
વૈષ્ણવ અને હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન કલ્કી ભગવાન વિષ્ણુના દસમો અને અંતિમ અવતાર છે, જે કલિયુગના અંતે અધર્મનો નાશ કરી સત્યધર્મની સ્થાપના કરશે. યોગેશ યોગી પોતાની કલા દ્વારા પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિકતાને જીવંત બનાવે છે; તેમની અન્ય કૃતિઓ ઇન્સ્ટાગ્રામ પર @yogeshyogi.art પર જોઈ શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ