સિદ્ધપુર તાલુકાના કોટ ગામે દેશી દારૂની બે ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કોટ ગામે ખેતરોમાં ચાલતી દેશી દારૂની બે ભઠ્ઠીઓ પર ડીવાયએસપી કચેરીના સ્ટાફે આજે 10 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે અંદાજે 7:30 વાગ્યે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં ધમધમતી ભઠ્ઠીઓનો નાશ કરી દેશી દા
સિદ્ધપુર તાલુકાના કોટ ગામે દેશી દારૂની બે ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા


સિદ્ધપુર તાલુકાના કોટ ગામે દેશી દારૂની બે ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા


સિદ્ધપુર તાલુકાના કોટ ગામે દેશી દારૂની બે ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા


પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કોટ ગામે ખેતરોમાં ચાલતી દેશી દારૂની બે ભઠ્ઠીઓ પર ડીવાયએસપી કચેરીના સ્ટાફે આજે 10 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે અંદાજે 7:30 વાગ્યે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં ધમધમતી ભઠ્ઠીઓનો નાશ કરી દેશી દારૂ અને વોશ જપ્ત કરવામાં આવ્યા હતા.

કોટ ગામે કનવરસિંહના ઘરની બાજુમાં આવેલા છાપરામાં દરોડા દરમિયાન પોલીસે 90 લિટર વોશ, 91 લિટર દેશી દારૂ તથા દારૂ ગાળવાના વિવિધ સાધનો સહિત કુલ 21,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સ્થળેથી કોઈ આરોપી મળી આવ્યો ન હતો.

આ ઉપરાંત, વિજયસિંહના ઘરની પાછળ આવેલા છાપરામાંથી પણ 1790 લિટર વોશ, 20 લિટર દેશી દારૂ અને અન્ય સાધનો મળી કુલ 55,610 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંને સ્થળે આરોપીઓ હાજર ન મળતાં પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande