સરદાર બ્રિજ પર આપઘાત કરવા પહોંચેલ મહિલાને પોલીસ બચાવી
સુરત, 13 જાન્યુઆરી (હિ.સ.) શહેરમાં લગભગ દરરોજ કોઈને કોઈ વ્યક્તિ જુદા જુદા અથવા અગમ્ય કારણોસર આપઘાત કરી લેતી હોય છે.આવી વ્યક્તિઓના જીવન ટૂંકાવ્યા બાદ તેમના પરિવારજનો ઉપર શું વીતતી હોય તે તો તેઓ જ જાણતા હોય છે.ત્યારે આવી ઘટનાઓને અટકાવ અને આપઘાત ક
સરદાર બ્રિજ પર આપઘાત કરવા પહોંચેલ મહિલાને પોલીસ બચાવી


સુરત, 13 જાન્યુઆરી (હિ.સ.) શહેરમાં લગભગ દરરોજ કોઈને કોઈ વ્યક્તિ જુદા જુદા અથવા અગમ્ય કારણોસર આપઘાત કરી લેતી હોય છે.આવી વ્યક્તિઓના જીવન ટૂંકાવ્યા બાદ તેમના પરિવારજનો ઉપર શું વીતતી હોય તે તો તેઓ જ જાણતા હોય છે.ત્યારે આવી ઘટનાઓને અટકાવ અને આપઘાત કરવાનું વિચારતા કે પ્રયાસો કરતા લોકોનું જીવન બચાવવા જેવું ખાસ કામ પોલીસ કરી રહી છે.દરમિયાન ગઈ કાલે એક મહિલા આપઘાત કરવા માટે સરદાર બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી,આ અંગે જાણ થતા જ પોલીસની એક ટીમ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલા પોતાનું જીવ ટૂંકાવે તે પહેલા તેને બચાવી લેવામાં આવી હતી .

મળતી માહિતી મુજબ અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.એ. જોગરાણા નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યા હતા જે અન્વયે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ઇન્વેમાં ફરજ પર હાજર પ્રો.એ.એસ આઈ હેતલબેન નાઓ ફરજ ઉપર હાજર હતા તે દરમ્યાન પબ્લિકના માણસ દ્વારા જનરક્ષક 112 માં ફોન કરી એક અજાણી મહિલા સરદાર બ્રીજ પર આત્મહત્યા કરવા માટે જવા અંગેનો કોલ મળ્યો હતો.કોલના આધારે જનરક્ષક 112 માં ફરજ ભજાવતા રાંદેર પી.સી.આર.51 ના ઈન્ચાર્જ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓએ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયા હતા અને આત્મહત્યા કરવા જતી મહિલાને રોકી બચાવી લેવામાં આવી હતી.ત્યાર બાદ તેને અડાજણ પોલીસ સ્ટેશનમાં લઇ જવાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર એ.એસ.આઇ. હેતલબેન નાઓએ અપમૃત્યુ નીવારણ સહાય એનજીઓમાંથી કાઉસીલીંગ કરવા માટે એનજીઓ કર્મચારી હર્ષા સોલંકી નાઓ અને તેમની ટીમને બોલાવી આત્મહત્યાની કોશિશ કરનાર મહિલા ઉર્વશીબેન મેહુલભાઈ મોદીની સારી રીતે કાઉંસીલીંગ કરાવી અને મનુષ્ય જીવનનુ મુલ્ય કેટલુ કિંમતી છે તે સમજાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મહિલાને રાજીખુશીથી તેના ઘરે મોકલી આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande