ભક્તિનું ભાથું બન્યું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અનિરુદ્ધ આહિરના લોકગીત અને શિવ-કૃષ્ણ ભજનમાં લીન થયાં શ્રદ્ધાળુઓ
ગીર સોમનાથ 13 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ પ્રભાસતીર્થમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના ચરણ પખાળતા અરબી સમુદ્રના કિનારે આસ્થા અને ભક્તિના પર્વ ''સોમનાથ સ્વાભિમાન પર્વ''માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહભાગી બની રહ્યાં છે. સોમનાથ સ્વાભિ
ભક્તિનું ભાથું બન્યું 'સોમનાથ


ગીર સોમનાથ 13 જાન્યુઆરી (હિ.સ.)

ગીર સોમનાથ

પ્રભાસતીર્થમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના ચરણ પખાળતા અરબી સમુદ્રના કિનારે આસ્થા અને ભક્તિના પર્વ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહભાગી બની રહ્યાં છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ'ના પાંચમાં દિવસે અનિરુદ્ધ આહિરના લોકગીત અને શિવ-કૃષ્ણ ભજનમાં શ્રદ્ધાળુઓ તલ્લીન થઈ શિવમય બન્યાં હતાં.

ગુજરાતી સહિત હિંદી ભાષા અને કચ્છી બોલીમાં 'ગજિયો' સહિત અનિરૂદ્ધ આહિરે એક પછી એક 'નમો નમો સોમનાથ...તું હી ગંગદ્વાર, તું હી કેદારનાથ...'વનમાં મહાદેવનો ચેલો...', 'ઐસા ડમરુ બજાયા ભોલેનાથને.....', 'શિવ કૈલાશો કે વાસી....', 'હાલાજી તારા હાથ વખાણું...', 'સમરણ કરૂ મા શારદા...' સહિતના લોકગીત અને ભજન રજૂ કરી ઉપસ્થિત સર્વે શ્રદ્ધાળુઓને ભજનસંગમમાં લીન કર્યા હતાં.

આમ, આ પર્વમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી શિવભક્તિ-કૃષ્ણભક્તિના ભજનોનું શ્રવણ કરી શ્રદ્ધાળુઓ ભક્તિનું ભાથું બાંધી રહ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande