સિદ્ધપુરમાં બાવન કડવા પાટીદાર સમાજનું 43મું સ્નેહમિલન યોજાયું
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુરમાં મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા શેભર ગોગા મહારાજ ખાતે 43મું સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે ધોરણ 1 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હ
સિદ્ધપુરમાં બાવન કડવા પાટીદાર સમાજનું 43મું સ્નેહમિલન યોજાયું


સિદ્ધપુરમાં બાવન કડવા પાટીદાર સમાજનું 43મું સ્નેહમિલન યોજાયું


પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુરમાં મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા શેભર ગોગા મહારાજ ખાતે 43મું સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે ધોરણ 1 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ. પ્રહલાદ પટેલ, ડૉ. મૂળચંદ પટેલ, અમૃતલાલ પટેલ, કસ્તુર પટેલ અને પ્રહલાદ પટેલ સહિત આગેવાનો તથા દાતાઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું. સાથે જ, શિક્ષણને પ્રોત્સાહન આપવા દાતાઓએ ઉદાર દાન આપ્યું અને ભવિષ્યમાં વધુ સહાયની જાહેરાત કરી.

કાર્યક્રમમાં નિરુ પટેલ અધ્યક્ષ તરીકે, પ્રમોદ પટેલ પ્રમુખ તરીકે અને દિલીપ પટેલ મંત્રી તરીકે હાજર રહ્યા. સ્નેહમિલનમાં બાળકો માટે રમતો, બહેનો માટે ગરબા અને અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande