
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં આવેલી શ્રી પંચાસર અનુપમ પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક ભાગ લીધો હતો.
ઉજવણી દરમિયાન શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે મળીને પતંગ ચગાવ્યા હતા, જેના કારણે બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને પતંગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉત્તરાયણ પર્વ ઉજવતી વખતે પોતાની તેમજ પક્ષીઓની સુરક્ષા રાખવાની મહત્વપૂર્ણ અપીલ પણ કરવામાં આવી હતી, જેથી પર્વ આનંદદાયક અને સલામત રીતે ઉજવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ