અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL-4 Bio-containment Facilityનું ખાતમુહૂર્ત
ગાંધીનગર,13 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા BSL-4 ને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કેન્દ્ર તરીકે અધિકૃત કરવા માટે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ વચ્ચે ‘લેટર ઓ
અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL-4 Bio-containment Facilityનું ખાતમુહૂર્ત


અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL-4 Bio-containment Facilityનું ખાતમુહૂર્ત


ગાંધીનગર,13 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા BSL-4 ને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કેન્દ્ર તરીકે અધિકૃત કરવા માટે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ વચ્ચે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’નું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ પોતાના પ્રેરક સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતની દ્વિતીય અને દેશભરમાં રાજ્ય સરકારે બનાવેલી સૌપ્રથમ BSL-4 લેબથી ગુજરાતમાં બાયોટેકનોલોજીના નવા યુગની શરૂઆત થઈ રહી છે. તેમણે સંક્રમણ અને ઘાતક વાયરસ પર સંશોધન માટેની બાયો સેફટી લેવલ-4 સાથેની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ લેબ આગામી દિવસોમાં ભારતનું સુરક્ષા કવચ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ એન્ટી-બાયોટિક દવાઓના ખોટા અને વધુ પડતા ઉપયોગને માનવજાત માટે ખતરો ગણાવી, તેની આડઅસરો સામે જાગૃત થવા સૌને પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીના નેતૃત્વમાં આજે એક એવી સુવિધાનો પાયો નાખવામાં આવ્યો છે, જે સમગ્ર દેશને સંભવિત મહામારીઓ સામે વધુ સુરક્ષિત અને સશક્ત બનાવશે.

તેમણે રાજ્યમાં કાર્યરત ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર (GBRC)ને રાજ્યની બાયોટેક ક્ષમતાનું નોડલ સેન્ટર તેમજ આજે શરૂ થયેલ BSL-4 સર્વોચ્ચ લેબોરેટરી સુવિધાના આરંભને GBRCની વૈજ્ઞાનિક પરિપક્વતા અને રાજ્યની સંશોધન ક્ષમતાનું પ્રતીક ગણાવી, હેલ્થ કેર માટેની રાજ્ય સરકારના પ્રયાસોની રૂપરેખા રજૂ કરી હતી તેમજ આ લેબ ભારતને વધુ સ્વસ્થ, સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande