વલસાડ જિલ્લા શાળા ક્રીડા મંડળ દ્વારા વાપીમાં રમતોત્સવ યોજાયો
વલસાડ, 13 જાન્યુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રીડા મંડળ દ્વારા વાપી પબ્લિક સ્કૂલ ખાતે ૫૩માં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને જિલ્લા શિક્ષણ
વાપીમાં રમતોત્સવ યોજાયો


વલસાડ, 13 જાન્યુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રીડા મંડળ દ્વારા વાપી પબ્લિક સ્કૂલ ખાતે ૫૩માં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વલસાડ આરટીઓ કચેરીના ARTO અને અધિકારીઓએ મંચ પર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત નાગરિકોને માર્ગ સલામતી (Road Safety) અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. વધુમાં, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી વિષય પર ચિત્ર સ્પર્ધા અને પોસ્ટર મેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની કલાના માધ્યમથી ટ્રાફિક જાગૃતિના સંદેશા આપતા સુંદર પોસ્ટરો તૈયાર કર્યા હતા. શાળા સંકુલમાં આ પોસ્ટરોનું એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. આ પોસ્ટર પ્રદર્શનની મુલાકાત મુખ્ય મહેમાન અને ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરે પણ લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande