પાટણના ખાલકપુરામાં મ્યુઝિક બંધ કરવાનું કહેતાં વૃદ્ધ પર પાઈપ-ધોકાથી હુમલો
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની ના પાડવા બદલ એક વૃદ્ધ પર પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પાટણ સીટી એ-ડિ
ખાલકપુરામાં મ્યુઝિક બંધ કરવાનું કહેતાં વૃદ્ધ પર પાઈપ-ધોકાથી હુમલો


પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની ના પાડવા બદલ એક વૃદ્ધ પર પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ખાલકપુરા મદની ફ્લેટ પાસે રહેતા 62 વર્ષીય બેચરજી કાળુજી ઠાકોર જનતા હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે ફરજ બજાવે છે. મકર સંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે તેમના પડોશમાં રહેતા ભત્રીજા વિજયજી દેવસંગજી ઠાકોર ધાબા પર ઊંચા અવાજે મ્યુઝિક વગાડી પતંગ ચગાવી રહ્યા હતા. બેચરજીના ઘરે નવજાત બાળક હોવાના કારણે તેમણે મ્યુઝિક બંધ કરવા જણાવ્યું હતું, જે બાબતે ઉશ્કેરાયેલા વિજયજી પાઈપ લઈને આવ્યા અને બેચરજીના બરડાના ભાગે ફટકા માર્યા હતા. આ દરમિયાન તેમના પિતા દેવસંગજી કાળુજી ઠાકોરે પણ આવી ગાળાગાળી કરી હતી. પછી રમેશજી બાબુજી ઠાકોર અને આનંદજી રમેશજી ઠાકોર પણ આવી ગયા હતા. રમેશજીએ ધોકાથી બેચરજીના બરડા અને મોઢાના ભાગે માર મારતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ચારેય શખ્સોએ મળીને વૃદ્ધને નીચે પાડી ગડદાપાટુનો માર માર્યો અને જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વૃદ્ધની બૂમો સાંભળીને પત્ની બચીબેન અને પુત્રવધૂ મજુબેન દોડી આવી તેમને બચાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande