પાટણમાં છીંડીયા દરવાજા પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરના છીંડીયા દરવાજા નજીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ દારૂ ભરેલી બલેનો કાર અને એક્ટિવા મૂકીને બે બુટલેગરો ફરાર થઈ ગયા હતા. ઉત્તરાયણ પર્વ
પાટણમાં છીંડીયા દરવાજા પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો


પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરના છીંડીયા દરવાજા નજીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ દારૂ ભરેલી બલેનો કાર અને એક્ટિવા મૂકીને બે બુટલેગરો ફરાર થઈ ગયા હતા. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે બલેનો કારમાં વિદેશી દારૂ લાવી તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. બાતમીવાળી જગ્યાએ પહોંચતા પ્રકાશસિંહ સોલંકી (રહે. કંબોઈ, તા. કાંકરેજ) અને એક્ટિવાના ચાલકે પોલીસને જોઈને ગલીઓમાં નાસી છૂટ્યા હતા.

પોલીસે પંચોની હાજરીમાં બંને વાહનોની તલાશી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 357 બોટલ અને ટીન મળી આવ્યા હતા. જેમાં રોયલ સ્ટેગ, ઓફિસર્સ ચોઈસ, રોયલ ચેલેન્જ, મેકડોવેલ્સ નંબર 1 વ્હિસ્કી તેમજ કિંગફિશર બીયરના ટીનનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 1,01,671 રૂપિયા થાય છે.

પોલીસે ઘટનાસ્થળેથી GJ.24.AU.4389 નંબરની બલેનો કાર અને GJ.24.AG.4383 નંબરનું એક્ટિવા કબજે કર્યું હતું. બલેનો કારની આરસી મુજબ વાહનનો માલિક ધર્મેન્દ્રકુમાર અમૃતલાલ પરમાર (રહે. પાટણ) હોવાનું બહાર આવ્યું છે. કુલ 6,26,671 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પાટણ શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande