પાટણના વાગડોદ નજીક કતલ માટે લઈ જવાતા 23 ભેંસના પાડા-પાડીઓ સાથે પીકઅપ ડાલું ઝડપાયું
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના વાગડોદ નજીક પાટણ–ડીસા હાઈવે પર રામાપીરના કેમ્પ પાસે રાત્રિના નવ વાગ્યાની આસપાસ કતલના ઈરાદે ક્રૂરતાપૂર્વક લઈ જવાઈ રહેલા 23 ભેંસના પાડા-પાડીઓ ભરેલું પીકઅપ ડાલું ઝડપાયું હતું. સ્થાનિક શૈલેષભાઈ ઈશ્વરભાઈ રબારી
વાગડોદ નજીક કતલ માટે લઈ જવાતા 23 ભેંસના પાડા-પાડીઓ સાથે પીકઅપ ડાલું ઝડપાયું


વાગડોદ નજીક કતલ માટે લઈ જવાતા 23 ભેંસના પાડા-પાડીઓ સાથે પીકઅપ ડાલું ઝડપાયું


પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના વાગડોદ નજીક પાટણ–ડીસા હાઈવે પર રામાપીરના કેમ્પ પાસે રાત્રિના નવ વાગ્યાની આસપાસ કતલના ઈરાદે ક્રૂરતાપૂર્વક લઈ જવાઈ રહેલા 23 ભેંસના પાડા-પાડીઓ ભરેલું પીકઅપ ડાલું ઝડપાયું હતું. સ્થાનિક શૈલેષભાઈ ઈશ્વરભાઈ રબારી અને તેમના મિત્રોએ ડીસા તરફથી પુરઝડપે આવતા શંકાસ્પદ વાહનને રોકવાનો ઈશારો કર્યો હતો. તપાસ દરમિયાન પીકઅપ ડાલાની પાછળ લાકડાના પાટિયા લગાવી બે માળ બનાવી તેમાં ભેંસના નાના-મોટા પાડા અને પાડીઓને ખીચોખીચ ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી તેમજ તેમને અત્યંત કષ્ટદાયક રીતે બાંધવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ 112 પર કરવામાં આવતા વાગડોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પીકઅપ ડાલાને પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે પોતાનું નામ સરફરાજ અબ્દુલભાઈ કુરેશી (રહેવાસી ડીસા) હોવાનું જણાવ્યું હતું. ગણતરી કરતા કુલ 23 પશુઓ (16 પાડા અને 7 પાડીઓ) મળી આવ્યા હતા અને તેમની હેરાફેરી માટે કોઈ પાસ-પરમીટ કે દસ્તાવેજો ન હતા.

પ્રાથમિક તપાસમાં આ પશુઓને ડીસાથી સિદ્ધપુર કતલ માટે લઈ જવાતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ 281, પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(d), 11(1)(e), 11(1)(f), મોટર વાહન અધિનિયમ કલમ 177 તથા જી.પી. એક્ટ કલમ 119 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર પ્રતાપસિંહ મદારસિંહ બોડાણા ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande