ચાણસ્મામાં 17 કલાકમાં ત્રણ વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત, શોકનો માહોલ
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : ચાણસ્મા નગરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસો દરમિયાન માત્ર 17 કલાકના ટૂંકા ગાળામાં ત્રણ વ્યક્તિઓના હાર્ટએટેકથી નિધન થતાં સમગ્ર નગરમાં ગમગીની અને શોકનો માહોલ છવાઈ ગયો છે. ઠંડીના વાતાવરણ વચ્ચે ત્રણેય વ્યક્તિઓ હરતા-ફર
ચાણસ્મામાં 17 કલાકમાં ત્રણ વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત, શોકનો માહોલ


પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : ચાણસ્મા નગરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસો દરમિયાન માત્ર 17 કલાકના ટૂંકા ગાળામાં ત્રણ વ્યક્તિઓના હાર્ટએટેકથી નિધન થતાં સમગ્ર નગરમાં ગમગીની અને શોકનો માહોલ છવાઈ ગયો છે. ઠંડીના વાતાવરણ વચ્ચે ત્રણેય વ્યક્તિઓ હરતા-ફરતા અચાનક હાર્ટએટેકનો ભોગ બન્યા હતા.

મૃત્યુ પામનારાઓમાં 37 વર્ષીય ચંદ્રકાંતભાઈ (મુન્નાભાઈ) પટેલ (મુળજી પરૂ), આશરે 43 વર્ષીય વિષ્ણુભાઈ (મસાલાવાળા) (બોરવાડી) અને આશરે 75 વર્ષીય પુનાભાઈ રાવળનો સમાવેશ થાય છે. વિષ્ણુભાઈનું ઉત્તરાયણના દિવસે બપોરે 2 વાગ્યે હાર્ટએટેકથી અવસાન થયું હતું. ચંદ્રકાંતભાઈનું વાસી ઉત્તરાયણના દિવસે વહેલી સવારે 5 વાગ્યે જ્યારે પુનાભાઈ રાવળનું સવારે 9 વાગ્યે હાર્ટએટેકથી નિધન થયું હતું. એક પછી એક આવી આઘાતજનક ઘટનાઓ સામે આવતા ચાણસ્મા નગરમાં સન્નાટો છવાઈ ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande