ઓમ બિરલાએ, પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી નેતૃત્વ બદલ આભાર વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ, રાષ્ટ્રમંડળ દેશોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ ( સીએસપીઓસી) ના 28મા સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ બદલ આભાર માન્યો. બિરલાએ શુક્રવારે એક્સ પર
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા


નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ, રાષ્ટ્રમંડળ દેશોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ ( સીએસપીઓસી) ના 28મા સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ બદલ આભાર માન્યો. બિરલાએ શુક્રવારે એક્સ પર રોજ કહ્યું, તમારા (વડાપ્રધાન મોદી) હાથે 28મા સીએસપીઓસી નું ઉદ્ઘાટન, માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વના સમગ્ર લોકશાહી સમુદાય માટે ગર્વની ક્ષણ છે.

તેમણે કહ્યું કે, તમારા (વડાપ્રધાન મોદી) સક્ષમ માર્ગદર્શનને કારણે ભારત આજે સીએસપીઓસી ના ઇતિહાસમાં સૌથી વધુ હાજરી ધરાવતી પરિષદનું આયોજન કરી રહ્યું છે. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, લોકશાહી પરંપરાઓ પ્રત્યેનો તમારો (વડાપ્રધાન મોદીનો) અભિગમ વૈશ્વિક મંચ પર સંસદીય કામગીરીને નવી દિશા અને પ્રેરણા આપશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં સંસદ ભવનના સંકુલમાં બંધારણ ભવનના સેન્ટ્રલ હોલમાં 28મા સીએસપીઓસી પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. સંસદીય લોકશાહીમાં સ્પીકરની ભૂમિકાને અનોખી ગણાવતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, સ્પીકરને બોલવાની ઘણી તકો મળતી નથી, પરંતુ તેમની જવાબદારી બીજાઓને સાંભળવાની અને દરેકને બોલવાની તક મળે તે સુનિશ્ચિત કરવાની છે. ધીરજ એ સ્પીકર્સનો સૌથી સામાન્ય ગુણ છે, જે ઘોંઘાટીયા અને અતિ ઉત્સાહી સાંસદોને પણ સ્મિત સાથે સંભાળે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande