
નવી દિલ્હી,
16 જાન્યુઆરી (હિ.સ.)
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 20 જાન્યુઆરીએ તેના
નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે.
પાર્ટીએ
શુક્રવારે અહીં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની, પ્રક્રિયાની ઔપચારિક જાહેરાત
કરી, જેમાં જણાવ્યું હતું કે,”
રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે નામાંકન 19 જાન્યુઆરીથી ભાજપના સંગઠન મહોત્સવ 2024ના ભાગ રૂપે શરૂ થશે અને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના નામની સત્તાવાર
જાહેરાત કરવામાં આવશે.”
ભાજપના રાષ્ટ્રીય
ચૂંટણી અધિકારી અને રાજ્યસભા સાંસદ ડૉ. કે. લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક
અનુસાર,”સમગ્ર પ્રક્રિયા પાર્ટીના સેન્ટ્રલ ઓફિસ,
6-એ, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ, નવી દિલ્હી ખાતે પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી
સમયપત્રક મુજબ, રાષ્ટ્રીય ચૂંટણી
બોર્ડની યાદી શુક્રવાર, 16 જાન્યુઆરી,
બપોરે 12 વાગ્યે પ્રકાશિત કરવામાં આવશે. ત્યારબાદ
સોમવાર, 19 જાન્યુઆરીના રોજ
નામાંકન ભરવામાં આવશે. તે જ દિવસે, ઉમેદવારી પત્રો
બપોરે ૨:૦૦ થી 4:૦૦ વાગ્યા સુધી દાખલ કરવામાં આવશે.ચકાસણી સાંજે 4:૦૦ થી 5:૦૦ વાગ્યા સુધી કરવામાં
આવશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો સમય સાંજે 5:૦૦ થી 6:૦૦ વાગ્યા સુધી રહેશે.”
ઉમેદવારી પત્રો
ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રાષ્ટ્રીય ચૂંટણી
અધિકારી દ્વારા સાંજે 6:૩૦ વાગ્યે એક પ્રેસ નિવેદન જારી કરવામાં આવશે.
સમયપત્રક મુજબ,
જો જરૂરી હોય તો, મતદાન ૨૦ જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે 11:૩૦ થી 1:૩૦ વાગ્યા સુધી
હાથ ધરવામાં આવશે, ત્યારબાદ નવા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
હિન્દુસ્થાન
સમાચાર / વિજયાલક્ષ્મી / સચિન બુધૌલિયા
---------------
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ