રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આજે રાજસ્થાનના એક દિવસીય પ્રવાસે
જયપુર, નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, શુક્રવારે રાજસ્થાનના એક દિવસીય પ્રવાસ માટે જયપુર પહોંચશે. રાષ્ટ્રપતિની મુલાકાત માટે રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, અને વીઆઈપી મુવમેન્ટને કારણે બપોરે શહેરના અનેક રૂટ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ


જયપુર, નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, શુક્રવારે રાજસ્થાનના એક દિવસીય પ્રવાસ માટે જયપુર પહોંચશે. રાષ્ટ્રપતિની મુલાકાત માટે રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, અને વીઆઈપી મુવમેન્ટને કારણે બપોરે શહેરના અનેક રૂટ પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાષ્ટ્રપતિ, બપોરે 1:40 વાગ્યે, જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ બપોરે 2:10 વાગ્યે સિવિલ લાઇન્સમાં લોક ભવન જશે, જ્યાં તેઓ એક નાનો કાર્યક્રમ યોજશે. બપોરે 3:50 વાગ્યે લોક ભવનથી રવાના થઈને, રાષ્ટ્રપતિ સાંજે 4:20 વાગ્યે સીકર રોડ પર આવેલા હરમાડા સ્થિત નીંદડ હાઉસિંગ સ્કીમ ખાતે પહોંચશે. ત્યાં, તેઓ રામાનંદ મિશનના નેજા હેઠળ આયોજિત 1008 કુંડીય હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેશે. આ પ્રસંગે, આઠ જાન્યુઆરીથી આયોજિત શ્રી રામ કથા અને મહાયજ્ઞનું સમાપન પણ તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્યની ઉપસ્થિતિમાં થશે.

હરમાડામાં આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે. આને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્ર અને આયોજન સમિતિએ વ્યાપક સુરક્ષા અને વ્યવસ્થા કરી છે. સુરક્ષાના કારણોસર, રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન માર્ગો પર સામાન્ય ટ્રાફિકને નિયંત્રિત અથવા થોડા સમય માટે બંધ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ઈશ્વર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande