
નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, લોકોને મહાન દાર્શનિક તિરુક્કુરલ વાંચવાની અપીલ કરી. તેમના માનમાં દર વર્ષે તિરુવલ્લુવર દિવસ ઉજવવામાં આવે છે. તિરુવલ્લુવર દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું, “આજે, તિરુવલ્લુવર દિવસ નિમિત્તે, હું મહાન તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમના કાર્યો અને વિચારો લાખો લોકોને પ્રેરણા આપતા રહે છે. તેઓ સંવાદિતા અને કરુણાથી ભરેલા સમાજમાં માનતા હતા. તેઓ તમિલ સંસ્કૃતિના સર્વોચ્ચ મૂલ્યોને મૂર્તિમંત કરે છે. મારી અપીલ છે કે, તમારે બધાએ તિરુક્કુરલ વાંચવું જોઈએ, જે તિરુવલ્લુવરના અસાધારણ જ્ઞાનને પ્રતિબિંબિત કરે છે.”
ઉલ્લેખનીય છે કે, ભારત અને વિદેશમાં રહેતા તમિલો દર વર્ષે તમિલ મહિના થાઈના પહેલા દિવસે પોંગલ ઉજવે છે. પોંગલનો તહેવાર ફક્ત એક દિવસ પૂરતો મર્યાદિત નથી. પોંગલ થાઈ મહિનાના પહેલા દિવસે, મટ્ટુ પોંગલ અને તિરુવલ્લુવર બીજા દિવસે ઉજવવામાં આવે છે. તિરુવલ્લુવર એક મહાન દાર્શનિક હતા, જેમણે 1333 તિરુક્કુરલ દ્વારા જીવનના તમામ નૈતિક મૂલ્યો શીખવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ