ગીર સોમનાથ જિલ્લામાં સાગરખેડૂ સાયકલ રેલી યોજાશે, સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિ અને જીવનશૈલીને નજીકથી જાણવાની તક
ગીર સોમનાથ 2 જાન્યુઆરી (હિ.સ.) રાજય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર હસ્તકના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ દ્વારા સંચ
ગીર સોમનાથ જિલ્લામાં સાગરખેડૂ સાયકલ રેલી યોજાશે, સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિ અને જીવનશૈલીને નજીકથી જાણવાની તક


ગીર સોમનાથ 2 જાન્યુઆરી (હિ.સ.) રાજય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર હસ્તકના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ દ્વારા સંચાલિત ચાલુ વર્ષે સાગરખેડૂ સાયકલ રેલી ૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/ યુવતીઓને સાગરખેડૂ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્રારા સાગરખેડૂ સાયકલ રેલી ૧૦ (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજાશે.

જાન્યુઆરી-૨૦૨૬માં ગીર સોમનાથ ખાતે સાગરખેડૂ સાઈકલ રેલી યોજાશે. જેમાં રાજ્યના પસંદ થયેલ યુવક – યુવતિઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિ અને જીવનશૈલીને નજીકથી જાણવા રસ ધરાવતા ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતાવિદ્યાર્થીઓ/બિન વિદ્યાર્થીઓ કે જેઓ સાગરખેડૂ સાયકલ રેલીમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા યુવક-યુવતીઓએ સાદા કાગળ ઉપર પોતાનું પુરૂંનામ,સરનામું,મોબાઇલ નંબર,જન્મ તારીખ,શૈક્ષણિક લાયકાત,વ્યવસાય,વાલીનું સંમતિ પત્રક,તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,શારીરિક તંદુરસ્તી અંગેનું ડૉક્ટરનું પ્રમાણપત્ર, રમત ગમત પ્રવૃતિ,પર્વતારોહણ તેમજ NCC, NSS કે અન્ય પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો, તે અંગેનું પ્રમાણપત્ર વગેરે સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.

આ વિગતો સહિત આધાર પુરાવા સાથે જોડી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ મુ. ઇણાજ તા. વેરાવળ જિ. ગીર સોમનાથ ખાતે તા:- ૦૮/૦૧/૨૦૨૬ સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

સમયમર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. કાર્યક્રમમાં પસંદ થનાર યુવક-યુવતિઓને પત્ર / મોબાઈલ / E-mail દ્વારા જાણ કરવામાં આવશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande