વડોદરામાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ તેના જ મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી
વડોદરા,2 જાન્યુઆરી (હિ.સ.) વડોદરામાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ તેના જ મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા ઘટના સામે આવી છે, પ્રેમી જેની સાથે જિંદગી જીવવા માગતો હતો તે જ યુવતીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના રોઝક
વડોદરામાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ તેના જ મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી


વડોદરા,2 જાન્યુઆરી (હિ.સ.) વડોદરામાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ તેના જ મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા ઘટના સામે આવી છે, પ્રેમી જેની સાથે જિંદગી જીવવા માગતો હતો તે જ યુવતીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના રોઝકૂવા ગામનો 23 વર્ષીય યુવક સચિન ગણપત રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુ રાઠવા વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધ બાદ બન્નેની સગાઈ પણ કરી દેવામાં આવી હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી તે સચિન પણ પ્રેમિકા રેખા સાથે રહેવા આવી ગયો હતો. બન્ને ઘણા સમયથી સાથે જ રહેતાં હતાં.

રેલવેમાં નોકરી કરતી યુવતી અને યુવક બંને પ્રેમમાં પડે છે અને સગાઈ બાદ યુવતી પોતાની સાથે યુવકને રાખે છે. આ દરમ્યાન રેખાને અન્ય સાથે સંબંધ હોવાની સચિનને આશંકા હતી, જેમાં 29 ડિસેમ્બરે સચિન અને રેખા વચ્ચે થયેલા વિવાદમાં રેખાએ સચિનને લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારે સચિને ફોન કરીને આ બાબતની પિતાને પણ જાણ કરી હતી કે તેને આ લગ્ન નથી કરવા.

29 ડિસેમ્બરના રોજ યુવતીએ ઊંઘમાં જ પોતાના દુપટ્ટા વડે મંગેતરનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવમાં જાણે યુવતીએ કંઈ કર્યું જ ન હોય એેમ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ-ગોળ ફેરવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે આવતાં જ આ કરુણ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં તેના ગાળાના ભાગે નિશાન મળ્યાં હતાં, જેથી પોલીસને શંકા ગઈ કે તેને ગળાફાંસો આપવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે ઊલટતપાસ હાથ ધરી હતી, જોકે આ હત્યા કરનાર પ્રેમિકાએ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ-ગોળ ફેરવી હતી. બાદમાં તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

હાલમાં આ મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રિપોર્ટમાં મોતનું કારણ ગળાફાંસો બતાવાયું હતું. આ મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, આખરે આ મામલે યુવતીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવતીએ હત્યા શા માટે કરી, એ દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande