
ગીર સોમનાથ 2 જાન્યુઆરી (હિ.સ.) માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને વાહનવ્યવહાર સરળ બને એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા કોડીનાર-જામવાળા રોડના વાઈડનિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેમાં જામવાળા ગામતળમાં ૦૭ મીટર પહોળાઈમાં સીસી રોડની કામગીરી તેમજ ઘાંટવડથી જામવાળા વચ્ચે વાઇડનિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ