પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે નવા વર્ષની શરૂઆત ભક્તિભાવથી
ગીર સોમનાથ 02 જાન્યુઆરી (હિ.સ.) નવા વર્ષમાં જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તોનો વિશાળ માનવ સાગર છલકાયો હતો. વર્ષ 2026ના સ્વાગત સાથે જ દેશ-વિદેશથી આવેલા હજારો ભક્તોએ વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે નવા વર્ષની


ગીર સોમનાથ 02 જાન્યુઆરી (હિ.સ.) નવા વર્ષમાં જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તોનો વિશાળ માનવ સાગર છલકાયો હતો. વર્ષ 2026ના સ્વાગત સાથે જ દેશ-વિદેશથી આવેલા હજારો ભક્તોએ વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં “હર હર મહાદેવ”ના ગગનભેદી નાદથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

નવા વર્ષની શરૂઆતને પાવન બનાવવા ભક્તો દ્વારા સોમનાથ દાદાને વિશેષ પ્રાર્થના અર્પણ કરવામાં આવી હતી. ભક્તોએ વીતેલા વર્ષ દરમિયાન દેશમાં અને દુનિયામાં બનેલી દુઃખદ ઘટનાઓ, જેમ કે પ્લેન ક્રેશ, યુદ્ધ, હિંસા અને કુદરતી આપત્તિઓ ફરીથી ન બને તેવી ભાવપૂર્ણ પ્રાર્થના કરી હતી. ખાસ કરીને 2026નું વર્ષ દેશ અને દુનિયા માટે શાંતિ, સુખ અને સમૃદ્ધિ લઈને આવે તેવી કામના ભક્તોએ કરી હતી.

સોમનાથ દાદા સમક્ષ ભક્તોએ દેશભરમાં શાંતિમય માહોલ રહે, સૌહાર્દ અને એકતા વધે તેમજ ભારત દેશ સતત પ્રગતિના માર્ગે આગળ વધે તેવી પ્રાર્થના અર્પણ કરી હતી. આ સાથે વિશ્વપટલ પર ભારતનું સ્થાન પ્રથમ રહે, ભારતની પ્રતિષ્ઠા અને ગૌરવ સતત વધતું રહે તેવી પણ ભાવનાપૂર્વક અર્ચના કરવામાં આવી હતી.

નવા વર્ષની ઉજવણીના દિવસે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કર્યા હતા. સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી હતી જેથી ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.સોમનાથ મંદિર માત્ર આસ્થા જ નહીં પરંતુ રાષ્ટ્રની સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે. નવા વર્ષની શરૂઆતમાં અહીં આવીને દર્શન કરવાથી ભક્તોમાં નવી આશા, ઉર્જા અને વિશ્વાસનું સંચાર થયું હતું. સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિભાવ, શ્રદ્ધા અને આશાના સંગમ સાથે નવા વર્ષની શરૂઆત ભવ્ય રીતે ઉજવાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande